મટાડવાના ઉપાયો આ શાસ્ત્રમાં ઘણી અસરકારક રીતે કહેવામાં
આવેલ છે.
ગૃહીત મિથ્યાત્વ ટળ્યા વિના અગૃહીત મિથ્યાત્વ ટળે નહીં.
જીવે પૂર્વે અનંતીવાર ગૃહીત મિથ્યાત્વ છોડ્યું છે પણ શુભ વિકલ્પથી
આત્માને લાભ થાય એવું અનાદિથી ચાલ્યું આવતું અગૃહીત
મિથ્યાત્વ છોડ્યું નથી, તેથી આ સંસાર ઉભો રહ્યો છે.
મુમુક્ષુ જીવોએ દેવ, ગુરુ અને શાસ્ત્રનો સંશય, વિપર્યય અને
અનધ્યવસાય રહિત યથાર્થ નિર્ણય કરી ગૃહીત મિથ્યાત્વ છોડવું અને
ઉપાદાનનો (પોતાના આત્માના અભેદસ્વરૂપનો) સંશય, વિપર્યય
અને અનધ્યવસાય રહિત યથાર્થ નિર્ણય કરવો; કે જેથી
સમ્યગ્દર્શનનો અપૂર્વ લાભ થાય.
આ શાસ્ત્રમાં તે સિવાય બીજા અગત્યના અને અભ્યાસ
કરવા લાયક વિષયો પણ લેવામાં આવ્યા છે તેની વિગત
વિષયસૂચીમાં આપી છે; માટે આ શાસ્ત્ર વાંચી – વિચારી તેના ભાવો
આત્મામાં યથાર્થરૂપે પરિણમાવવા સર્વે જિજ્ઞાસુઓને વિનંતી છે.
સં. ૨૦૦૩
મહા સુદ – ૫
સોમ.
રામજી માણેકચંદ દોશી
પ્રમુખ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
[ ५ ]