Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 2 of 214
PDF/HTML Page 14 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને,
લોકપ્રદીપકરા ૠષિ શ્રુતકેવળી તેને કહે. ૯.
શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે;
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦.
વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧.
દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨.
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩.
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને,
અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪.
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.
દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદ્રષ્ટિમાં. ૧૬.
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.
૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય