શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
શું સાધ્ય તારે અયશભાજન પાપયુત નગ્નત્વથી,
— બહુ હાસ્ય-મત્સર-પિશુનતા-માયાભર્યા શ્રમણત્વથી? ૬૯.
થઈ શુદ્ધ ૧આંતર-ભાવમળવિણ, પ્રગટ કર જિનલિંગને;
જીવ ભાવમળથી મલિન બાહિર-સંગમાં ૨મલિનિત બને. ૭૦.
નગ્નત્વધર પણ ધર્મમાં નહિ વાસ, ૩દોષાવાસ છે,
તે ૪ઇક્ષુફૂ લસમાન નિષ્ફળ-નિર્ગુણી, નટશ્રમણ છે. ૭૧.
જે રાગયુત જિનભાવનાવિરહિત-દરવનિર્ગ્રંથ છે,
પામે ન બોધિ-સમાધિને તે વિમળ જિનશાસન વિષે. ૭૨.
મિથ્યાત્વ-આદિક દોષ છોડી નગ્ન ભાવ થકી બને,
પછી દ્રવ્યથી મુનિલિંગ ધારે જીવ જિન-આજ્ઞા વડે. ૭૩.
છે ભાવ ૫દિવશિવસૌખ્યભાજન; ભાવવર્જિત શ્રમણ જે
પાપી ૬કરમમળમલિનમન, તિર્યંચગતિનું પાત્ર છે. ૭૪.
નર-૭અમર-વિદ્યાધર વડે ૮સંસ્તુત ૯કરાંજલિપંક્તિથી
૧૦ચક્રી-વિશાળવિભૂતિ બોધિ પ્રાપ્ત થાય ૧૧સુભાવથી. ૭૫.
૧. આંતર-ભાવમળવિણ = અભ્યંતર ભાવમલિનતા રહિત.
૨. મલિનિત = મલિન.૩. દોષાવાસ = દોષોનું ઘર.
૪. ઇક્ષુફૂ લ = શેરડીનાં ફૂ લ.
૫. દિવશિવસૌખ્યભાજન = સ્વર્ગ અને મોક્ષનાં સુખનું ભાજન.
૬. કરમમળમલિનમન = કર્મમળથી મલિન મનવાળો.
૭. અમર = દેવ.
૮. સંસ્તુત = જેની સારી રીતે પ્રશંસા કરવામાં આવે છે એવી.
૯. કરાંજલિપંક્તિ = હાથની અંજલિની (અર્થાત્ જોડેલા બે હાથની) હારમાળા.
૧૦. ચક્રી-વિશાળવિભૂતિ = ચક્રવર્તીની ઘણી મોટી ૠદ્ધિ.
૧૧. સુભાવથી = સારા ભાવથી.
૧૩૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય