Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 131 of 214
PDF/HTML Page 143 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
શુભ, અશુભ તેમ જ શુદ્ધત્રણવિધ ભાવ જિનપ્રજ્ઞપ્ત છે;
ત્યાં ‘અશુભ’ આરત-રૌદ્ર ને ‘શુભ’ ધર્મ્ય છેભાખ્યું જિને. ૭૬.
આત્મા વિશુદ્ધસ્વભાવ આત્મ મહીં રહે તે ‘શુદ્ધ’ છે;
આ જિનવરે ભાખેલ છે; જે શ્રેય, આચર તેહને. ૭૭.
છે ગલિતમાનકષાય, મોહ વિનષ્ટ થઈ સમચિત્ત છે,
તે જીવ ત્રિભુવનસાર બોધિ લહે જિનેશ્વરશાસને. ૭૮.
વિષયે વિરત મુનિ સોળ ઉત્તમ કારણોને ભાવીને,
બાંધે અચિર કાળે કરમ તીર્થંકરત્વ-સુનામને. ૭૯.
તું ભાવ બાર-પ્રકાર તપ ને તેર કિરિયા ત્રણવિધે;
વશ રાખ મન-ગજ મત્તને મુનિપ્રવર ! જ્ઞાનાંકુશ વડે. ૮૦.
ભૂશયન, ભિક્ષા, દ્વિવિધ સંયમ, પંચવિધ-પટત્યાગ છે,
૧૦છે ભાવ ભાવિતપૂર્વ, તે જિનલિંગ નિર્મળ શુદ્ધ છે. ૮૧.
૧. આરત-રૌદ્ર = આર્ત અને રૌદ્ર.
૨. ગલિતમાનકષાય = જેનો માનકષાય નષ્ટ થયો છે એવો.
૩. સમચિત્ત = જેનું ચિત્ત સમભાવવાળું છે એવો.
૪. ત્રિભુવનસાર = ત્રણ લોકમાં સારભૂત.
૫. અચિર કાળે = અલ્પ કાળે.
૬. ત્રણવિધે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી.
૭. મન-ગજ મત્તને = મનરૂપી મદમાતા હાથીને.
૮. ભૂશયન = ભૂમિ પર સૂવું તે.
૯. પંચવિધ-પટત્યાગ = પાંચ પ્રકારનાં વસ્ત્રોનો ત્યાગ.
૧૦. છે ભાવ ભાવિતપૂર્વ = જ્યાં ભાવ (શુદ્ધ ભાવ) પૂર્વે ભાવવામાં આવ્યો
હોય છે; જ્યાં પહેલાં યથોચિત શુદ્ધભાવરૂપ પરિણમન થયું હોય છે.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૩૧