શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
રત્નો વિષે જ્યમ શ્રેષ્ઠ ૧હીરક, તરુગણે ૨ગોશીર્ષ છે,
જિનધર્મ ૩ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨.
પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુણ્ય ભાખ્યું શાસને;
છે ધર્મ ભાખ્યો મોહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩.
પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું
તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪.
રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે
૪ભવતરણકારણ ધર્મ છે તે — એમ જિનદેવો કહે. ૮૫.
પણ આત્મને ઇચ્છ્યા વિના પુણ્યો અશેષ કરે ભલે,
તોપણ લહે નહિ સિદ્ધને, ભવમાં ભમે — આગમ કહે. ૮૬.
આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો,
તે આત્મને જાણો પ્રયત્ને, મુક્તિને જેથી વરો. ૮૭.
અવિશુદ્ધ ભાવે મત્સ્ય તંદુલ પણ ગયો મહા નરકમાં,
તેથી નિજાત્મા જાણી નિત્ય તું ભાવ રે! જિનભાવના. ૮૮.
રે! બાહ્યપરિગ્રહત્યાગ, પર્વત-કંદરાદિનિવાસ ને
જ્ઞાનાધ્યયન સઘળું નિરર્થક ભાવવિરહિત શ્રમણને. ૮૯.
તું ઇન્દ્રિસેના તોડ, ૫મનમર્કટ તું વશ કર યત્નથી,
નહિ કર તું જનરંજનકરણ બહિરંગ-વ્રતવેશી બની. ૯૦.
૧. હીરક = હીરો.
૨. ગોશીર્ષ = બાવનાચંદન.
૩. ભાવિભવમથન = ભાવી ભવોને હણનાર.
૪. ભવતરણકારણ = સંસારને તરી જવાના કારણભૂત.
૫. મનમર્કટ = મનરૂપી માંકડું; મનરૂપી વાંદરું.
૧૩૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય