શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
મિથ્યાત્વ ને નવ નોકષાય તું છોડ ભાવવિશુદ્ધિથી;
કર ભક્તિ જિન-આજ્ઞાનુસાર તું ચૈત્ય-પ્રવચન-ગુરુ તણી. ૯૧.
૧તીર્થેશભાષિત-અર્થમય, ગણધરસુવિરચિત જેહ છે,
પ્રતિદિન તું ભાવ વિશુદ્ધભાવે તે અતુલ શ્રુતજ્ઞાનને. ૯૨.
જીવ જ્ઞાનજળ પી, તીવ્રતૃષ્ણાદાહશોષ થકી છૂટી,
શિવધામવાસી સિદ્ધ થાય — ત્રિલોકના ચૂડામણિ. ૯૩.
બાવીશ પરિષહ સર્વકાળ સહો મુને ! કાયા વડે,
અપ્રમત્ત રહી, સૂત્રાનુસાર, નિવારી સંયમઘાતને. ૯૪.
પથ્થર રહ્યો ચિર પાણીમાં ભેદાય નહિ પાણી વડે,
ત્યમ સાધુ પણ ભેદાય નહિ ઉપસર્ગ ને પરિષહ વડે. ૯૫.
તું ભાવ દ્વાદશ ભાવના, વળી ભાવના પચ્ચીશને;
શું છે પ્રયોજન ભાવવિરહિત બાહ્યલિંગ થકી અરે! ૯૬.
૨પૂરણવિરત પણ ભાવ તું નવ અર્થ, તત્ત્વો સાતને,
મુનિ! ભાવ જીવસમાસને, ગુણસ્થાન ભાવ તું ચૌદને. ૯૭.
અબ્રહ્મ દશવિધ ટાળી તું પ્રગટાવ નવવિધ બ્રહ્મને;
રે! ૩મિથુનસંજ્ઞાસક્ત તેં કર્યું ભ્રમણ ૪ભીમ ભવાર્ણવે. ૯૮.
ભાવે સહિત મુનિવર લહે આરાધના ચતુરંગને;
ભાવે રહિત તો હે શ્રમણ! ચિર દીર્ઘસંસારે ભમે. ૯૯.
રે ! ભાવમુનિ કલ્યાણકોની શ્રેણિયુત સૌખ્યો લહે;
ને દ્રવ્યમુનિ તિર્યંચ-મનુજ-કુદેવમાં દુઃખો સહે. ૧૦૦.
૧. તીર્થેશભાષિત = તીર્થંકરદેવે કહેલ. ૨. પૂરણવિરત = પૂર્ણવિરત; સર્વવિરત.
૩. મિથુનસંજ્ઞાસક્ત = મૈથુનસંજ્ઞામાં આસક્ત.
૪. ભીમ ભવાર્ણવ = ભયંકર સંસારસમુદ્ર.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૩૩