Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 134 of 214
PDF/HTML Page 146 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અવિશુદ્ધ ભાવે દોષ છેંતાળીસ સહ ગ્રહી અશનને,
તિર્યંચગતિ મધ્યે તું પામ્યો દુઃખ બહુ પરવશપણે. ૧૦૧.
તું વિચાર રે!તેં દુઃખ તીવ્ર લહ્યાં અનાદિ કાળથી,
કરી અશન-પાન સચિત્તનાં અજ્ઞાન-ગૃદ્ધિ-દર્પથી. ૧૦૨.
કંઈ કંદ-મૂલો, પત્ર-પુષ્પો, બીજ આદિ સચિત્તને
તું માન-મદથી ખાઈને ભટક્યો અનંત ભવાર્ણવે. ૧૦૩.
રે! વિનય પાંચ પ્રકારનો તું પાળ મન-વચ-તન વડે;
નર હોય જે અવિનીત તે પામે ન સુવિહિત મુક્તિને. ૧૦૪.
તું હે મહાયશ! ભક્તિરાગ વડે સ્વશક્તિપ્રમાણમાં
જિનભક્તિરત દશભેદ વૈયાવૃત્ત્યને આચર સદા. ૧૦૫.
તેં અશુભ ભાવે મન-વચન-તનથી કર્યો કંઈ દોષ જે,
કર ગર્હણા ગુરુની સમીપે ગર્વ-માયા છોડીને. ૧૦૬.
દુર્જન તણી નિષ્ઠુર-કટુક વચનોરૂપી થપ્પડ સહે
સત્પુરુષ નિર્મમભાવયુત-મુનિ કર્મમળલયહેતુએ. ૧૦૭.
મુનિપ્રવર પરિમંડિત ક્ષમાથી પાપ નિઃશેષે દહે,
નર-અમર-વિદ્યાધર તણા સ્તુતિપાત્ર છે નિશ્ચિતપણે. ૧૦૮.
તેથી ક્ષમાગુણધર! ક્ષમા કર જીવ સૌને ત્રણવિધે;
ઉત્તમક્ષમાજળ સીંચ તું ચિરકાળના ક્રોધાગ્નિને. ૧૦૯.
૧. દર્પ = ઊદ્ધતાઈ; ગર્વ.
૨. દશભેદ = દશવિધ.
૩. કર્મમળલયહેતુએ = કર્મમળનો નાશ કરવા માટે.
૪. પરિમંડિત ક્ષમાથી = ક્ષમાથી સર્વતઃ શોભિત.
૫. ત્રણવિધેે = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી.
૧૩૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય