શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સુવિશુદ્ધદર્શનધરપણે ૧વરબોધિ કેરા હેતુએ
ચિંતવ તું દીક્ષાકાળ-આદિક, જાણી સાર-અસારને. ૧૧૦.
કરી પ્રાપ્ત ૨આંતરલિંગશુદ્ધિ સેવ ચઉવિધ લિંગને;
છે બાહ્યલિંગ અકાર્ય ભાવવિહીનને નિશ્ચિતપણે. ૧૧૧.
આહાર-ભય-પરિગ્રહ-મિથુનસંજ્ઞા થકી મોહિતપણે
તું પરવશે ભટક્યો અનાદિ કાળથી ૩ભવકાનને. ૧૧૨.
૪તરુમૂલ, આતાપન, ૫બહિઃશયનાદિ ઉત્તરગુણને
તું શુદ્ધ ભાવે પાળ, પૂજાલાભથી નિઃસ્પૃહપણે. ૧૧૩.
તું ભાવ પ્રથમ, દ્વિતીય, ત્રીજા, ૬તુર્ય, પંચમ તત્ત્વને,
૭આદ્યંતરહિત ૮ત્રિવર્ગહર જીવને, ૯ત્રિકરણવિશુદ્ધિએ. ૧૧૪.
ભાવે ન જ્યાં લગી તત્ત્વ, જ્યાં લગી ૧૦ચિંતનીય ન ચિંતવે,
જીવ ત્યાં લગી પામે નહીં ૧૧જર-મરણવર્જિત સ્થાનને. ૧૧૫.
રે! પાપ સઘળું, પુણ્ય સઘળું, થાય છે પરિણામથી;
પરિણામથી છે બંધ તેમ જ મોક્ષ જિનશાસન મહીં. ૧૧૬.
૧. વરબોધિ કેરા હેતુએ = ઉત્તમબોધિનિમિત્તે; ઉત્તમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
અર્થે.
૨. આંતર = અભ્યંતર.૩. ભવકાનને = સંસારરૂપી વનમાં.
૪. તરુમૂલ = વર્ષાકાળે વૃક્ષ નીચે સ્થિતિ કરવી તે.
૫. બહિઃશયન = શીતકાળે બહાર સૂવું તે.
૬. તુર્ય = ચતુર્થ.
૭. આદ્યંતરહિત = અનાદિ-
અનંત.
૮. ત્રિવર્ગહર = ધર્મ-અર્થ-કામનો નાશ કરનાર અર્થાત્ અપવર્ગને – મોક્ષને
– ઉત્પન્ન કરનાર.
૯. ત્રિકરણવિશુદ્ધિએ = ત્રણ કરણની શુદ્ધિપૂર્વક; શુદ્ધ મન-વચન-કાયાથી.
૧૦. ચિંતનીય = ચિંતવવાયોગ્ય.૧૧. જર = જરા.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૩૫