શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૧મિથ્યા-કષાય-અવિરતિ-યોગ ૨અશુભલેશ્યાન્વિત વડે
જિનવચપરાઙ્મુખ આતમા બાંધે અશુભરૂપ કર્મને. ૧૧૭.
વિપરીત તેથી ભાવશુદ્ધિપ્રાપ્ત બાંધે શુભને;
— એ રીત બાંધે અશુભ-શુભ; સંક્ષેપથી જ કહેલ છે. ૧૧૮.
૩વેષ્ટિત છું હું જ્ઞાનાવરણકર્માદિ કર્માષ્ટક વડે;
બાળી, હું પ્રગટાવું ૪અમિતજ્ઞાનાદિગુણવેદન હવે. ૧૧૯.
ચોરાશી લાખ ગુણો, અઢાર હજાર ભેદો શીલના,
– સઘળુંય પ્રતિદિન ભાવ; બહુ પ્રલપન ૫નિરર્થથી શું ભલા? ૧૨૦.
ધ્યા ધર્મ્ય તેમ જ શુક્લને, તજી આર્ત તેમ જ રૌદ્રને;
ચિરકાળ ધ્યાયાં આર્ત તેમ જ રૌદ્ર ધ્યાનો આ જીવે. ૧૨૧.
દ્રવ્યે શ્રમણ ઇન્દ્રિયસુખાકુલ હોઈને છેદે નહીં;
ભવવૃક્ષ છેદે ભાવશ્રમણો ધ્યાનરૂપ ૬કુઠારથી. ૧૨૨.
જ્યમ ૭ગર્ભગૃહમાં પવનની બાધા રહિત દીપક બળે,
તે રીત ૮રાગાનિલવિવર્જિત ધ્યાનદીપક પણ જળે. ૧૨૩.
ધ્યા પંચ ગુરુને, શરણ-મંગલ-લોકઉત્તમ જેહ છે,
આરાધનાનાયક, ૯અમર-નર-ખચરપૂજિત, વીર છે. ૧૨૪.
૧. મિથ્યા = મિથ્યાત્વ.
૨. અશુભલેશ્યાન્વિત = અશુભ લેશ્યાયુક્ત; અશુભ લેશ્યાવાળા.
૩. વેષ્ટિત = ઘેરાયેલો; આચ્છાદિત; રુકાવટ પામેલો.
૪. અમિત = અનંત. ૫. નિરર્થ = નિરર્થક; જેનાથી કોઈ અર્થ સરે નહિ એવા.
૬. કુઠાર = કુહાડો.
૭. ગર્ભગૃહ = મકાનની અંદરનો ભાગ.
૮. રાગાનિલવિવર્જિત = રાગરૂપી પવન રહિત.
૯. અમર-નર-ખચરપૂજિત = દેવો, મનુષ્યો અને વિદ્યાધરોથી પૂજિત.
૧૩૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય