Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 137 of 214
PDF/HTML Page 149 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જ્ઞાનાત્મ નિર્મળ નીર શીતળ પ્રાપ્ત કરીને, ભાવથી
ભવિ થાય છે જર-મરણ-વ્યાધિદાહવર્જિત, શિવમયી. ૧૨૫.
જ્યમ બીજ હોતાં દગ્ધ, અંકુર ભૂતળે ઊગે નહીં,
ત્યમ કર્મબીજ બળ્યે ભવાંકુર ભાવશ્રમણોને નહીં. ૧૨૬.
રે! ભાવશ્રમણ સુખો લહે ને દ્રવ્યમુનિ દુઃખો લહે;
તું ભાવથી સંયુક્ત થા, ગુણદોષ જાણી એ રીતે. ૧૨૭.
તીર્થેશ-ગણનાથાદિગત અભ્યુદયયુત સૌખ્યો તણી
પ્રાપ્તિ કરે છે ભાવમુનિ;ભાખ્યું જિને સંક્ષેપથી. ૧૨૮.
તે છે સુધન્ય, ત્રિધા સદૈવ નમસ્કરણ હો તેમને,
જે ભાવયુત, દ્રગજ્ઞાનચરણવિશુદ્ધ, માયામુક્ત છે. ૧૨૯.
ખેચર-સુરાદિક વિક્રિયાથી ૠદ્ધિ અતુલ કરે ભલે,
જિનભાવનાપરિણત સુધીર લહે ન ત્યાં પણ મોહને. ૧૩૦.
તો દેવ-નરનાં તુચ્છ સુખ પ્રત્યે લહે શું મોહને
મુનિપ્રવર જે જાણે, જુએ ને ચિંતવે છે મોક્ષને? ૧૩૧.
૧. ભાવથી = શુદ્ધ ભાવથી.
૨. ભવિ = ભવ્ય જીવો.
૩. જર-મરણ-વ્યાધિદાહવર્જિત = જરા-મરણ-રોગસંબંધી બળતરાથી મુક્ત.
૪. શિવમયી = આત્યંતિક સૌખ્યમય અર્થાત્ સિદ્ધ.
૫. તીર્થેશ-ગણનાથાદિગત = તીર્થંકર-ગણધરાદિસંબંધી.
૬. ત્રિધા = ત્રણ પ્રકારે અર્થાત્ મન-વચન-કાયાથી.
૭ . ભાવયુત = શુદ્ધ ભાવ સહિત.
૮. ખેચર-સુરાદિક = વિદ્યાધર, દેવ વગેરે.
૯. જુએ = દેખે, શ્રદ્ધે.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૩૭