શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
રે! ૧આક્રમે ન જરા, ૨ગદાગ્નિ દહે ન ૩તનકુટિ જ્યાં લગી,
બળ ઇન્દ્રિયોનું નવ ઘટે, કરી લે તું નિજહિત ત્યાં લગી. ૧૩૨.
છ અનાયતન તજ, કર દયા ષટ્જીવની ૪ત્રિવિધે સદા,
મહાસત્ત્વને તું ભાવ રે! ૫અપૂરવપણે હે મુનિવરા! ૧૩૩.
ભમતાં ૬અમિત ભવસાગરે, તેં ભોગસુખના હેતુએ
સહુજીવ-દશવિધપ્રાણનો આહાર કીધો ત્રણવિધે. ૧૩૪.
પ્રાણીવધોથી હે મહાયશ! યોનિ લખ ચોરાશીમાં
ઉત્પત્તિનાં ને મરણનાં દુઃખો નિરંતર તેં લહ્યાં. ૧૩૫.
તું ભૂત-પ્રાણી-સત્ત્વ-જીવને ત્રિવિધ શુદ્ધિ વડે મુનિ!
દે ૭અભય, જે ૮કલ્યાણસૌખ્યનિમિત્ત ૯પારંપર્યથી. ૧૩૬.
શત-એંશી કિરિયાવાદીના, ચોરાશી ૧૦તેથી વિપક્ષના,
બત્રીશ સડસઠ ભેદ છે વૈનયિક ને અજ્ઞાનીના. ૧૩૭.
સુરીતે સુણી જિનધર્મ પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે,
સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૧૩૮.
૧૧દુર્બુદ્ધિ-દુર્મતદોષથી ૧૨મિથ્યાત્વઆવૃતદ્રગ રહે,
આત્મા અભવ્ય જિનેંદ્રજ્ઞાપિત ધર્મની રુચિ નવ કરે. ૧૩૯.
૧. આક્રમે = આક્રમણ કરે; હલ્લો કરે; ઘેરી વળે; પકડે.
૨. ગદાગ્નિ = રોગરૂપી અગ્નિ.૩. તનકુટિ = કાયારૂપી ઝૂંપડી.
૪. ત્રિવિધે = મન-વચન-કાયયોગથી.૫. અપૂરવપણે = અપૂર્વપણે.
૬. અમિત = અનંત.૭. અભય = અભયદાન.
૮. કલ્યાણ = તીર્થંકરદેવનાં કલ્યાણક.૯. પારંપર્યથી = પરંપરાએ.
૧૦. તેથી વિપક્ષના = અક્રિયાવાદીના.
૧૧. દુર્બુદ્ધિ-દુર્મતદોષથી = દુર્બુદ્ધિને લીધે તથા કુમત-અનુરૂપ દોષોને લીધે.
૧૨. મિથ્યાત્વઆવૃતદ્રગ = મિથ્યાત્વથી આચ્છાદિત દ્રષ્ટિવાળો.
૧૩૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય