શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
કુત્સિતધરમ-રત, ભક્તિ જે ૧પાખંડી કુત્સિતની કરે,
કુત્સિત કરે તપ, તેહ કુત્સિત ગતિ તણું ભાજન બને. ૧૪૦.
હે ધીર! ચિંતવ — જીવ આ મોહિત કુનય-દુઃશાસ્ત્રથી
૨મિથ્યાત્વઘર સંસારમાં રખડ્યો અનાદિ કાળથી. ૧૪૧.
ઉન્માર્ગને છોડી ત્રિશત-તેસઠપ્રમિત પાખંડીના,
જિનમાર્ગમાં મન રોક; બહુ પ્રલપન ૩નિરર્થથી શું ભલા? ૧૪૨.
જીવમુક્ત શબ કહેવાય, ૪‘ચલ શબ’ જાણ દર્શનમુક્તને;
શબ લોક માંહી અપૂજ્ય, ચલ શબ હોય લોકોત્તર વિષે. ૧૪૩.
જ્યમ ચંદ્ર તારાગણ વિષે, ૫મૃગરાજ સૌ ૬મૃગકુલ વિષે,
ત્યમ અધિક છે સમ્યક્ત્વ ૠષિશ્રાવક – દ્વિવિધ ધર્મો વિષે. ૧૪૪.
નાગેંદ્ર શોભે ફે ણમણિમાણિક્યકિરણે ચમકતો,
તે રીત શોભે શાસને જિનભક્ત દર્શનનિર્મળો. ૧૪૫.
શશિબિંબ તારકવૃંદ સહ નિર્મળ નભે શોભે ઘણું,
ત્યમ શોભતું તપવ્રતવિમળ જિનલિંગ દર્શનનિર્મળું. ૧૪૬.
ઈમ જાણીને ગુણદોષ ધારો ભાવથી દ્રગરત્નને,
જે સાર ગુણરત્નો વિષે ને પ્રથમ શિવસોપાન છે. ૧૪૭.
૧. પાખંડી કુત્સિતની = કુત્સિત (નિંદિત, ધિક્કારવા યોગ્ય, ખરાબ, અધર્મ)
એવા પાખંડીઓની.
૨. મિથ્યાત્વઘર = (૧) મિથ્યાત્વનું ઘર એવા, અથવા (૨) મિથ્યાત્વ જેનું ઘર છે
એવા.
૩. નિરર્થ = નિર્રથક; વ્યર્થ.
૪. ચલ શબ = હાલતું-ચાલતું મડદું.
૫. મૃગરાજ = સિંહ.
૬. મૃગકુલ = પશુસમૂહ.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૩૯