શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
કર્તા તથા ભોક્તા, અનાદિ-અનંત, દેહપ્રમાણ ને
૧વણમૂર્તિ, દ્રગજ્ઞાનોપયોગી જીવ ભાખ્યો જિનવરે. ૧૪૮.
૨દ્રગજ્ઞાનઆવૃતિ, મોહ તેમ જ અંતરાયક કર્મને
સમ્યક્પણે જિનભાવનાથી ભવ્ય આત્મા ક્ષય કરે. ૧૪૯.
ચઉઘાતિનાશે જ્ઞાન-દર્શન-સૌખ્ય-બળ ચારે ગુણો
૩પ્રાકટ્ય પામે જીવને, પરકાશ લોકાલોકનો. ૧૫૦.
તે જ્ઞાની, શિવ, પરમેષ્ઠી છે, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ છે,
આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧.
ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહ એ
૪ત્રિભુવનભવનના દીપ જિનવર બોધિ દો ઉત્તમ મને. ૧૫૨.
જે પરમભક્તિરાગથી જિનવરપદાંબુજને નમે,
તે જન્મવેલીમૂળને ૫વર ભાવશસ્ત્ર વડે ૬ખણે. ૧૫૩.
જ્યમ કમલિનીના પત્રને નહિ ૭સલિલલેપ સ્વભાવથી,
ત્યમ સત્પુરુષને લેપ વિષયકષાયનો નહિ ભાવથી. ૧૫૪.
કહું તે જ મુનિ જે શીલસંયમગુણ — સમસ્ત કળા — ધરે;
જે ૮મલિનમન બહુદોષઘર, તે તો ન શ્રાવકતુલ્ય છે. ૧૫૫.
૧. વણમૂર્તિ = અમૂર્ત; અરૂપી.
૨. દ્રગજ્ઞાનઆવૃતિ = દર્શનાવરણ ને જ્ઞાનાવરણ.
૩. પ્રાકટ્ય = પ્રગટપણું.
૪. ત્રિભુવનભવનના દીપ = ત્રણ લોકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ.
૫. વર = ઉત્તમ.
૬. ખણે = ખોદે છે.
૭. સલિલ = પાણી.
૮. મલિનમન = મલિન ચિત્તવાળો.
૧૪૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય