Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 141 of 214
PDF/HTML Page 153 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
તે ધીરવીર નરો, ક્ષમાદમ-તીક્ષ્ણખડ્ગે જેમણે
જીત્યા સુદુર્જય-ઉગ્રબળ-મદમત્ત-સુભટકષાયને. ૧૫૬.
છે ધન્ય તે ભગવંત, દર્શનજ્ઞાન-ઉત્તમકર વડે
જે પાર કરતા વિષયમકરાકરપતિત ભવિ જીવને. ૧૫૭.
મુનિ જ્ઞાનશસ્ત્રે છેદતા સંપૂર્ણ માયાવેલને,
બહુ વિષય-વિષપુષ્પે ખીલી, આરૂઢ મોહમહાદ્રુમે. ૧૫૮.
મદ-મોહ-ગારવમુક્ત ને જે યુક્ત કરુણાભાવથી,
સઘળા દુરિતરૂપ થંભનેે ઘાતે ચરણ-તરવારથી. ૧૫૯.
તારાવલી સહ જે રીતે પૂર્ણેન્દુ શોભે આભમાં,
ગુણવૃંદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમતગગનમાં. ૧૬૦.
ચક્રેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને,
ચારણમુનીંદ્રસુૠદ્ધિને, ૧૦સુવિશુદ્ધભાવ નરો લહે. ૧૬૧.
જિનભાવનાપરિણત જીવો વરસિદ્ધિસુખ અનુપમ લહે,
શિવ, અતુલ, ઉત્તમ, પરમ નિર્મળ, અજર-અમરસ્વરૂપ જે. ૧૬૨.
ભગવંત સિદ્ધોત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ, નિરંજના
વર ભાવશુદ્ધિ દો મને દ્રગ, જ્ઞાન ને ચારિત્રમાં. ૧૬૩.
અષ્ટપ્રાભૃત-ભાવપ્રાભૃત ]
[ ૧૪૧
૧. ક્ષમાદમ-તીક્ષ્ણખડ્ગે = ક્ષમા (પ્રશમ) અને જિતેંદ્રિયતારૂપી તીક્ષ્ણ તરવારથી.
૨. સુભટ = યોદ્ધા.
૩. દર્શનજ્ઞાન-ઉત્તમકર = દર્શન અને જ્ઞાનરૂપ (બે) ઉત્તમ હાથ.
૪. વિષયમકરાકર = વિષયોરૂપી સમુદ્ર (મગરોનું સ્થાન).
૫. ભવિ = ભવ્ય.
૬. આરૂઢ મોહમહાદ્રુમે = મોહરૂપી મહાવૃક્ષ પર
ચડેલી.
૭. દુરિત = દુષ્કર્મ; પાપ.૮. ઘાતે = નાશ કરે.
૯. ચક્રેશ-કેશવ-રામ-જિન-ગણી-સુરવરાદિક-સૌખ્યને = ચક્રવર્તી, નારાયણ,
બલભદ્ર, તીર્થંકર, ગણધર, દેવેન્દ્ર વગેરેનાં સુખને.
૧૦. સુવિશુદ્ધભાવ = શુદ્ધ ભાવવાળા.