Shastra Swadhyay (Gujarati). 6. moksha prAbhrut.

< Previous Page   Next Page >


Page 142 of 214
PDF/HTML Page 154 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બહુ કથન શું કરવું? અરે! ધર્માર્થકામવિમોક્ષ ને
બીજાય બહુ વ્યાપાર, તે સૌ ભાવ માંહી રહેલ છે. ૧૬૪.
એ રીત સર્વજ્ઞે કથિત આ ભાવપ્રાભૃત-શાસ્ત્રનાં
સુપઠન-સુશ્રવણ-સુભાવનાથી વાસ અવિચળ ધામમાં. ૧૬૫.
૬. મોક્ષપ્રાભૃત
કરીને ક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે
જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કીધો, નમું નમું તે દેવને. ૧.
તે દેવને નમીઅમિત-વર-દ્રગજ્ઞાનધરને શુદ્ધને,
કહું પરમપદપરમાતમાપ્રકરણ પરમયોગીન્દ્રને. ૨.
જે જાણીને, યોગસ્થ યોગી, સતત દેખી જેહને,
ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે. ૩.
તે આતમા છે પરમ-અંતર-બહિર ત્રણધા દેહીમાં;
અંતર-ઉપાયે પરમને ધ્યાઓ, તજો બહિરાતમા. ૪.
છે અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા,
જે મુક્ત કર્મકલંકથી તે દેવ છે પરમાતમા. ૫.
૧૪૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. અવિચળ ધામ = સિદ્ધપદ; મોક્ષ.૨. ક્ષપણ = ક્ષય.
૩. અમિત-વર = અનંત અને પ્રધાન.
૪. પરમ-અંતર-બહિર ત્રણધા = પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા
એમ
ત્રણ પ્રકારે.
૫. અંતર-ઉપાયે = અંતરાત્મારૂપ સાધનથી; અંતરાત્મારૂપ જે પરિણામ તે
પરિણામરૂપ સાધનથી.૬. પરમને = પરમાત્માને.
૭. અક્ષધી = ઇંદ્રિયબુદ્ધિ; ‘ઇંદ્રિયો તે જ આત્મા છે’ એવી બુદ્ધિવાળો.