શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
તે છે વિશુદ્ધાત્મા, અનિંદ્રિય, મળરહિત, તનમુક્ત છે,
પરમેષ્ઠી, કેવળ, પરમજિન, શાશ્વત, ૧શિવંકર, સિદ્ધ છે. ૬.
થઈ ૨અંતરાત્મારૂઢ, બહિરાત્મા તજીને ત્રણવિધે,
૩ધ્યાતવ્ય છે પરમાતમા — જિનવરવૃષભ-ઉપદેશ છે. ૭.
૪બાહ્યાર્થ પ્રત્યે ૫સ્ફુ રિતમન, ૬સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી,
નિજદેહ ૭અધ્યવસિત કરે આત્માપણે ૮જીવ મૂઢધી. ૮.
નિજદેહ સમ પરદેહ દેખી મૂઢ ત્યાં ઉદ્યમ કરે,
૯તે છે અચેતન તોય માને તેહને ૧૦આત્માપણે. ૯.
વસ્તુસ્વરૂપ જાણ્યા વિના ૧૧દેહે સ્વ-અધ્યવસાયથી
અજ્ઞાની જનને મોહ ફાલે પુત્રદારાદિક મહીં. ૧૦.
રહી લીન મિથ્યાજ્ઞાનમાં, મિથ્યાત્વભાવે પરિણમી,
તે દેહ માને ‘હું’પણે ૧૨ફરીનેય મોહોદય થકી. ૧૧.
નિર્દ્વંદ્વ, નિર્મમ, દેહમાં નિરપેક્ષ, ૧૩મુક્તારંભ જે,
જે લીન આત્મસ્વભાવમાં, તે યોગી પામે મોક્ષને. ૧૨.
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃત ]
[ ૧૪૩
૧. શિવંકર = સુખકર; કલ્યાણકર.
૨. અંતરાત્મારૂઢ = અંતરાત્મામાં આરૂઢ; અંતરાત્મારૂપે પરિણત.
૩. ધ્યાતવ્ય = ધ્યાવાયોગ્ય; ધ્યાન કરવા યોગ્ય.
૪. બાહ્યાર્થ = બહારના પદાર્થો.
૫. સ્ફુ રિતમન = સ્ફુ રાયમાન (તત્પર) મનવાળો.
૬. સ્વભ્રષ્ટ ઇન્દ્રિયદ્વારથી = ઇન્દ્રિયો દ્વારા આત્મસ્વરૂપથી ચ્યુત.
૭. અધ્યવસિત કરે = માને.
૮. જીવ મૂઢધી = મૂઢ બુદ્ધિવાળો જીવ; મૂઢબુદ્ધિ (અર્થાત્ બહિરાત્મા) જીવ.
૯. તે = પરનો દેહ.
૧૦.આત્માપણે = પરના આત્મા તરીકે.
૧૧. દેહે સ્વ-અધ્યવસાયથી = ‘દેહ તે જ આત્મા છે’ એવા મિથ્યા અભિપ્રાયથી.
૧૨. ફરીનેય = આગામી ભવમાં પણ.
૧૩. મુક્તારંભ = નિરારંભ; આરંભ રહિત.