શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરદ્રવ્યરત બંધાય, ૧વિરત મુકાય વિધવિધ કર્મથી;
— આ, બંધમોક્ષ વિષે જિનેશ્વરદેશના સંક્ષેપથી. ૧૩.
રે! નિયમથી નિજદ્રવ્યરત સાધુ સુદ્રષ્ટિ હોય છે,
સમ્યક્ત્વપરિણત વર્તતો ૨દુષ્ટાષ્ટ કર્મો ક્ષય કરે. ૧૪.
પરદ્રવ્યમાં રત સાધુ તો મિથ્યાદરશયુત હોય છે,
મિથ્યાત્વપરિણત વર્તતો બાંધે કરમ દુષ્ટાષ્ટને. ૧૫.
પરદ્રવ્યથી દુર્ગતિ, ખરે સુગતિ સ્વદ્રવ્યથી થાય છે;
— એ જાણી, નિજદ્રવ્યે રમો, પરદ્રવ્યથી વિરમો તમે. ૧૬.
૩આત્મસ્વભાવેતર સચિત્ત, અચિત્ત, તેમ જ મિશ્ર જે,
તે જાણવું પરદ્રવ્ય — સર્વજ્ઞે કહ્યું ૪અવિતથપણે. ૧૭.
દુષ્ટાષ્ટકર્મવિહીન, અનુપમ, ૫જ્ઞાનવિગ્રહ, નિત્ય ને
જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમા સ્વદ્રવ્ય છે. ૧૮.
પરવિમુખ થઈ નિજદ્રવ્ય જે ધ્યાવે સુચારિત્રીપણે,
જિનદેવના મારગ મહીં ૬સંલગ્ન તે શિવપદ લહે. ૧૯.
જિનદેવમત-અનુસાર ધ્યાવે યોગી નિજશુદ્ધાત્મને,
જેથી લહે નિર્વાણ, તો શું નવ લહે ૭સુરલોકને? ૨૦.
૧૪૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. વિરત = પરદ્રવ્યથી વિરમેલ; પરદ્રવ્યથી વિરામ પામેલ.
૨. દુષ્ટાષ્ટ કર્મો = દુષ્ટ આઠ કર્મોને; ખરાબ એવાં આઠ કર્મોને.
૩. આત્મસ્વભાવેતર = આત્મસ્વભાવથી અન્ય.
૪. અવિતથપણે = સત્યપણે; યથાર્થપણે.
૫. જ્ઞાનવિગ્રહ = જ્ઞાનરૂપ શરીરવાળો.
૬. સંલગ્ન = લાગેલ; વળગેલ; જોડાયેલ.
૭. સુરલોક = દેવલોક; સ્વર્ગ.