શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બહુ ભાર લઈ દિન એકમાં જે ગમન સો યોજન કરે,
તે વ્યક્તિથી ૧ક્રોશાર્ધ પણ નવ જઈ શકાય શું ભૂતળે? ૨૧.
જે સુભટ હોય ૨અજેય કોટિ નરોથી — સૈનિક સર્વથી,
તે વીર સુભટ જિતાય શું સંગ્રામમાં નર એકથી? ૨૨.
તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાનયોગે જે લહે
તે આતમા પરલોકમાં પામે સુશાશ્વત સૌખ્યને. ૨૩.
જ્યમ શુદ્ધતા પામે સુવર્ણ ૩અતીવ શોભન યોગથી,
આત્મા બને પરમાતમા ત્યમ કાળ-આદિક લબ્ધિથી. ૨૪.
૪દિવ ઠીક વ્રતતપથી, ન હો દુખ ૫ઇતરથી નરકાદિકે;
છાંયે અને તડકે ૬પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫.
૭સંસાર-અર્ણવ રુદ્રથી ૮નિઃસરણ ઇચ્છે જીવ જે,
ધ્યાવે ૯કરમ-ઇન્ધન તણા દહનાર નિજ શુદ્ધાત્મને. ૨૬.
સઘળા કષાયો, ૧૦મોહરાગવિરોધ-મદ-ગારવ તજી,
ધ્યાનસ્થ ધ્યાવે આત્મને, વ્યવહાર લૌકિકથી છૂટી. ૨૭.
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃત ]
[ ૧૪૫
૧. કોશાર્ધ = અર્ધ કોસ; અર્ધો ગાઉ.
૨. અજેય = ન જીતી શકાય એવો.૩. અતીવ શોભન = અતિ
સારા.
૪. દિવ ઠીક વ્રતતપથી = (અવ્રત અને અતપથી નરકાદિ દુઃખ પ્રાપ્ત થાય તેના
કરતાં) વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારું છે.
૫. ઇતરથી = બીજાથી (અર્થાત્ અવ્રત અને અતપથી).
૬. પ્રતીક્ષાકરણમાં = રાહ જોવામાં.
૭. સંસાર-અર્ણવ રુદ્રથી = ભયંકર સંસારસમુદ્રથી.
૮. નિઃસરણ = બહાર નીકળવું તે.
૯. કરમ-ઇન્ધન તણા દહનાર = કર્મરૂપી ઇંધણાંને બાળી નાખનાર.
૧૦. મોહરાગવિરોધ = મોહરાગદ્વેષ.