શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ત્રિવિધે તજી મિથ્યાત્વને, અજ્ઞાનને, ૧અઘ-પુણ્યને,
યોગસ્થ યોગી મૌનવ્રતસંપન્ન ધ્યાવે આત્મને. ૨૮.
દેખાય મુજને રૂપ જે તે જાણતું નહિ સર્વથા,
ને જાણનાર ન ૨દ્રશ્યમાન; હું બોલું કોની સાથમાં? ૨૯.
આસ્રવ સમસ્ત નિરોધીને ક્ષય પૂર્વકર્મ તણો કરે,
જ્ઞાતા જ બસ રહી જાય છે યોગસ્થ યોગી; – જિન કહે. ૩૦.
યોગી સૂતા વ્યવહારમાં તે જાગતા નિજકાર્યમાં;
જે જાગતા વ્યવહારમાં તે સુપ્ત આતમકાર્યમાં. ૩૧.
ઇમ જાણી યોગી સર્વથા છોડે સકળ વ્યવહારને,
પરમાત્મને ધ્યાવે યથા ઉપદિષ્ટ જિનદેવો વડે. ૩૨.
તું ૩પંચસમિત, ૪ત્રિગુપ્ત ને સંયુક્ત પંચમહાવ્રતે,
૫રત્નત્રયીસંયુતપણે કર નિત્ય ૬ધ્યાનાધ્યયનને. ૩૩.
રત્નત્રયી આરાધનારો જીવ આરાધક કહ્યો;
આરાધનાનું વિધાન કેવલજ્ઞાનફળદાયક અહો! ૩૪.
છે સિદ્ધ, આત્મા શુદ્ધ છે ને સર્વજ્ઞાનીદર્શી છે,
તું જાણ રે! – જિનવરકથિત આ જીવ કેવળ જ્ઞાન છે. ૩૫.
જે યોગી આરાધે રતનત્રય પ્રગટ જિનવરમાર્ગથી,
તે આત્મને ધ્યાવે અને પર પરિહરે; — શંકા નથી. ૩૬.
૧૪૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. અઘ-પુણ્યને = પાપને તથા પુણ્યને. ૨. ન દ્રશ્યમાન = દેખાતો
નથી.
૩. પંચસમિત = પાંચ સમિતિથી યુક્ત (વર્તતો થકો).
૪.ત્રિગુપ્ત = ત્રણ ગુપ્તિ સહિત (વર્તતો થકો).
૫.રત્નત્રયીસંયુતપણે = રત્નત્રયસંયુક્તપણે.
૬.ધ્યાનાધ્યયન = ધ્યાન તથા અધ્યયન; ધ્યાન તથા શાસ્ત્રાભ્યાસ.