Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 147 of 214
PDF/HTML Page 159 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે જાણતું તે જ્ઞાન, દેખે તેહ દર્શન જાણવું,
જે પાપ તેમ જ પુણ્યનો પરિહાર તે ચારિત કહ્યું. ૩૭.
છે તત્ત્વરુચિ સમ્યક્ત્વ, તત્ત્વ તણું ગ્રહણ સદ્જ્ઞાન છે,
પરિહાર તે ચારિત્ર છે;જિનવરવૃષભનિર્દિષ્ટ છે. ૩૮.
દ્રગશુદ્ધ આત્મા શુદ્ધ છે, દ્રગશુદ્ધ તે મુક્તિ લહે,
દર્શનરહિત જે પુરુષ તે પામે ન ઇચ્છિત લાભને. ૩૯.
જરમરણહર આ સારભૂત ઉપદેશ શ્રદ્ધે સ્પષ્ટ જે,
સમ્યક્ત્વ ભાખ્યું તેહને, હો શ્રમણ કે શ્રાવક ભલે. ૪૦.
જીવ-અજીવ કેરો ભેદ જાણે યોગી જિનવરમાર્ગથી,
સર્વજ્ઞદેવે તેહને સદ્જ્ઞાન ભાખ્યું તથ્યથી. ૪૧.
તે જાણી યોગી પરિહરે છે પાપ તેમ જ પુણ્યને,
ચારિત્ર તે અવિકલ્પ ભાખ્યું કર્મરહિત જિનેશ્વરે. ૪૨.
રત્નત્રયીયુત સંયમી નિજશક્તિતઃ તપને કરે,
શુદ્ધાત્મને ધ્યાતો થકો ઉત્કૃષ્ટ પદને તે વરે. ૪૩.
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃત ]
[ ૧૪૭
૧. ગ્રહણ = સમજણ; જાણવું તે; જ્ઞાન.
૨. સદ્જ્ઞાન = સમ્યગ્જ્ઞાન.
૩. દ્રગશુદ્ધ = દર્શનશુદ્ધ; સમ્યગ્દર્શનથી શુદ્ધ.
૪. જરમરણહર = જરા અને મરણનો નાશક.
૫. તથ્યથી = સત્યપણે; અવિતથપણે.
૬. અવિકલ્પ = નિર્વિકલ્પ; વિકલ્પ રહિત.
૭. નિજશક્તિતઃ = પોતાની શક્તિ પ્રમાણે.
૮. ઉત્કૃષ્ટ પદ = પરમ પદ (અર્થાત્ મુક્તિ).