શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૧ત્રણથી ૨ધરી ત્રણ, નિત્ય ૩ત્રિકવિરહિતપણે, ૪ત્રિકયુતપણે,
રહી ૫દોષયુગલવિમુક્ત ધ્યાવે યોગી નિજ પરમાત્મને. ૪૪.
જે જીવ માયા-ક્રોધ-મદ પરિવર્જીને, તજી લોભને,
નિર્મળ સ્વભાવે પરિણમે, તે સૌખ્ય ઉત્તમને લહે. ૪૫.
૬પરમાત્મભાવનહીન, ૭રુદ્ર, કષાયવિષયે યુક્ત જે,
તે જીવ ૮જિનમુદ્રાવિમુખ પામે નહીં શિવસૌખ્યને. ૪૬.
જિનવરવૃષભ-ઉપદિષ્ટ જિનમુદ્રા જ શિવસુખ નિયમથી;
તે નવ રુચે સ્વપ્નેય જેને, તે રહે ભવવન મહીં. ૪૭.
પરમાત્મને ધ્યાતાં શ્રમણ મળજનક લોભ થકી છૂટે,
નૂતન કરમ નહિ આસ્રવે — જિનદેવથી નિર્દિષ્ટ છે. ૪૮.
પરિણત સુદ્રઢ-સમ્યક્ત્વરૂપ, લહી સુદ્રઢ-ચારિત્રને,
નિજ આત્મને ધ્યાતાં થકાં યોગી પરમ પદને લહે. ૪૯.
ચારિત્ર તે નિજ ધર્મ છે ને ધર્મ નિજ સમભાવ છે,
૯તે જીવના ૧૦વણરાગરોષ અનન્યમય પરિણામ છે. ૫૦.
૧૪૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. ત્રણથી = ત્રણ વડે (અર્થાત્ મન-વચન-કાયાથી).
૨. ધરી ત્રણ = ત્રણને ધારણ કરીને (અર્થાત્ વર્ષાકાળયોગ, શીતકાળયોગ તથા
ગ્રીષ્મકાળયોગને ધારણ કરીને).
૩. ત્રિકવિરહિતપણે = ત્રણથી (અર્થાત્ શલ્યત્રયથી) રહિતપણે.
૪. ત્રિકયુતપણે = ત્રણથી સંયુક્તપણે (અર્થાત્ રત્નત્રયથી સહિતપણે).
૫. દોષયુગલવિમુક્ત = બે દોષોથી રહિત (અર્થાત્ રાગ-દ્વેષથી રહિત).
૬. પરમાત્મભાવનહીન = પરમાત્મભાવના રહિત; નિજ પરમાત્મતત્ત્વની
ભાવનાથી રહિત.૭. રુદ્ર = રૌદ્ર પરિણામવાળો.
૮. જિનમુદ્રાવિમુખ = જિનસદ્રશ યથાજાત મુનિરૂપથી પરાઙ્મુખ.
૯. તે = નિજ સમભાવ.૧૦. વણરાગરોષ = રાગદ્વેષરહિત.