શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નિર્મળ સ્ફટિક પરદ્રવ્યસંગે અન્યરૂપે થાય છે,
ત્યમ જીવ છે નીરાગ પણ અન્યાન્યરૂપે પરિણમે. ૫૧.
જે દેવ-ગુરુના ભક્ત ને સહધર્મીમુનિ-અનુરક્ત૧ છે,
૨સમ્યક્ત્વના વહનાર યોગી ધ્યાનમાં ૩રત હોય છે. ૫૨.
તપ ઉગ્રથી અજ્ઞાની જે કર્મો ખપાવે બહુ ભવે,
જ્ઞાની ૪ત્રિગુપ્તિક તે કરમ અંતર્મુહૂર્તે ક્ષય કરે. ૫૩.
૫શુભ અન્ય દ્રવ્યે રાગથી મુનિ જો કરે ૬રુચિભાવને,
તો તેહ છે અજ્ઞાની, ને વિપરીત તેથી જ્ઞાની છે. ૫૪.
આસરવહેતુ ભાવ તે શિવહેતુ છે તેના મતે,
તેથી જ તે છે ૭અજ્ઞ, આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૫.
૮કર્મજમતિક જે ૯ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં,
તે જીવને અજ્ઞાની, ૧૦જિનશાસન તણા દૂષક કહ્યા. ૫૬.
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃત ]
[ ૧૪૯
૧. અનુરક્ત = અનુરાગવાળા; વાત્સલ્યવાળા.
૨. સમ્યક્ત્વના વહનાર = સમ્યક્ત્વને ધારી રાખનાર; સમ્યક્ત્વપરિણતિએ
પરિણમ્યા કરનાર.
૩. રત = રતિવાળા; પ્રીતિવાળા; રુચિવાળા.
૪. ત્રિગુપ્તિક = ત્રણ-ગુપ્તિવંત.
૫. શુભ અન્ય દ્રવ્યે = (શુભ ભાવના નિમિત્તભૂત) પ્રશસ્ત પરદ્રવ્યો પ્રત્યે.
૬. રુચિભાવ = ‘આ સારું છે, હિતકર છે’ એમ એકાકારપણે પ્રીતિભાવ.
૭. અજ્ઞ = અજ્ઞાની.
૮. કર્મજમતિક = કર્મથી ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા; કર્મનિમિત્તક વૈભાવિક
બુદ્ધિવાળા (જીવ).
૯. ખંડદૂષણકર સ્વભાવિકજ્ઞાનમાં = સ્વભાવજ્ઞાનને ખંડખંડરૂપ કરીને દૂષિત
કરનાર (અર્થાત્ તેને ખંડખંડરૂપ માનીને દૂષણ લગાડનાર).
૧૦. જિનશાસન તણા દૂષક = જિનશાસનને દૂષિત કરનાર અર્થાત્ દૂષણ
લગાડનાર.