Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 150 of 214
PDF/HTML Page 162 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જ્યાં જ્ઞાન ચરિતવિહીન છે, તપયુક્ત પણ દ્રગહીન છે,
વળી અન્ય કાર્યો ભાવહીન, તે લિંગથી સુખ શું અરે? ૫૭.
છે અજ્ઞ, જેહ અચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે;
જે ચેતને ચેતક તણી શ્રદ્ધા ધરે, તે જ્ઞાની છે. ૫૮.
તપથી રહિત જે જ્ઞાન, જ્ઞાનવિહીન તપ અકૃતાર્થ છે,
તે કારણે જીવ જ્ઞાનતપસંયુક્ત શિવપદને લહે. ૫૯.
ધ્રુવસિદ્ધિ શ્રી તીર્થેશ જ્ઞાનચતુષ્કયુત તપને કરે,
એ જાણી નિશ્ચિત જ્ઞાનયુત જીવેય તપ કર્તવ્ય છે. ૬૦.
જે બાહ્યલિંગે યુક્ત, આંતરલિંગરહિત ક્રિયા કરે,
તે ૧૦સ્વકચરિતથી ભ્રષ્ટ, શિવમારગવિનાશક શ્રમણ છે. ૬૧.
૧૧સુખસંગ ૧૨ભાવિત જ્ઞાન તો ૧૩દુખકાળમાં લય થાય છે,
તેથી ૧૪યથાબળ ૧૫દુઃખ સહ ભાવો શ્રમણ નિજ આત્મને. ૬૨.
૧૫૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય
૧. દ્રગહીન = સમ્યગ્દર્શન રહિત.
૨. અન્ય કાર્યો = બીજી (આવશ્યકાદિ) ક્રિયાઓ.
૩. ભાવહીન = શુદ્ધભાવ રહિત.
૪. અજ્ઞ = અજ્ઞાની.
૫. ચેતક = ચેતનાર; ચેતયિતા; આત્મા.
૬. અકૃતાર્થ = પ્રયોજન સિદ્ધ ન કરે એવું; અસફળ.
૭. ધ્રુવસિદ્ધિ = જેમની સિદ્ધિ (તે જ ભવે) નિશ્ચિત છે એવા.
૮. જ્ઞાનચતુષ્કયુત = ચાર જ્ઞાન સહિત.
૯. નિશ્ચિત = નક્કી; અવશ્ય.
૧૦. સ્વકચરિત = સ્વચારિત્ર.
૧૧. સુખસંગ = સુખ સહિત; શાતાના યોગમાં.
૧૨. ભાવિત = ભાવવામાં આવેલું.
૧૩. દુખકાળમાં = ઉપસર્ગાદિ દુઃખ આવી પડતાં.
૧૪. યથાબળ = શક્તિ પ્રમાણે.
૧૫. દુઃખ સહ = કાયક્લેશાદિ સહિત.