શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૧આસન-અશન-નિદ્રા તણો કરી વિજય, જિનવરમાર્ગથી
ધ્યાતવ્ય છે નિજ આતમા, જાણી ૨શ્રીગુરુપરસાદથી. ૬૩.
છે આતમા સંયુક્ત દર્શન-જ્ઞાનથી, ચારિત્રથી;
નિત્યે અહો! ધ્યાતવ્ય તે, જાણી શ્રીગુરુપરસાદથી. ૬૪.
જીવ જાણવો દુષ્કર પ્રથમ, પછી ૨ભાવના દુષ્કર અરે!
૪ભાવિતનિજાત્મસ્વભાવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૬૫.
આત્મા જણાય ન, જ્યાં લગી વિષયે પ્રવર્તન નર કરે;
૫વિષયે વિરક્તમનસ્ક યોગી જાણતા નિજ આત્મને. ૬૬.
નર કોઈ, આતમ જાણી, આતમભાવનાપ્રચ્યુતપણે
૬ચતુરંગ સંસારે ભમે વિષયે વિમોહિત મૂઢ એ. ૬૭.
પણ વિષયમાંહી વિરક્ત, આતમ જાણી ૭ભાવનયુક્ત જે,
૮નિઃશંક તે તપગુણસહિત છોડે ચતુર્ગતિભ્રમણને. ૬૮.
પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯.
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃત ]
[ ૧૫૧
૧. આસન-અશન-નિદ્રા તણો = આસનનો, આહારનો અને ઊંઘનો.
૨. શ્રીગુરુપરસાદથી = ગુરુપ્રસાદથી; ગુરુકૃપાથી.
૩. ભાવના = આત્માને ભાવવો તે; આત્મસ્વભાવનું ભાવન કરવું તે.
૪. ભાવિતનિજાત્મસ્વભાવને = જેણે નિજાત્મભાવને ભાવ્યો છે તે જીવને; જેણે
નિજ આત્મસ્વભાવનું ભાવન પ્રાપ્ત કર્યું છે તે જીવને.
૫. વિષયે વિરક્તમનસ્ક = જેમનું મન વિષયોમાં વિરક્ત છે એવા; વિષયો પ્રત્યે
વિરક્ત ચિત્તવાળા.
૬. ચતુરંગ સંસારે = ચતુર્ગતિ સંસારમાં.
૭. ભાવનયુક્ત = આત્મભાવનાથી યુક્ત.
૮. નિઃશંક = ચોક્કસ; ખાતરીથી.