Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 189 of 214
PDF/HTML Page 201 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બંધ-મોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય;
સહજ સ્વરૂપે જો રમે, તો શિવસુખરૂપ થાય. ૮૭.
સમ્યગ્દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય;
કદી જાય તો દોષ નહિ, પૂર્વ કર્મ ક્ષય થાય. ૮૮.
આત્મ સ્વરૂપે જે રમે, તજી સકળ વ્યવહાર;
સમ્યગ્દ્રષ્ટિ જીવ તે, શીઘ્ર કરે ભવપાર. ૮૯.
જે સમ્યક્ત્વ પ્રધાન બુધ, તે જ ત્રિલોક પ્રધાન;
પામે કેવળજ્ઞાન ઝટ, શાશ્વત સૌખ્યનિધાન. ૯૦.
અજર અમર બહુ ગુણનિધિ, નિજરૂપે સ્થિર થાય;
કર્મબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. ૯૧.
પંકજ જ્યમ પાણી થકી, કદાપિ નહિ લેપાય;
લિપ્ત ન થાયે કર્મથી, જે લીન આત્મસ્વભાવ. ૯૨.
શમ સુખમાં લીન જે કરે ફરી ફરી નિજ અભ્યાસ;
કર્મક્ષય નિશ્ચય કરી, શીઘ્ર લહે શિવવાસ. ૯૩.
પુરુષાકાર પવિત્ર અતિ, દેખો આતમરામ;
નિર્મળ તેજોમય અને અનંત ગુણગણધામ. ૯૪.
જે જાણે શુદ્ધાત્મને, અશુચિ દેહથી ભિન્ન;
તે જ્ઞાતા સૌ શાસ્ત્રનો, શાશ્વત સુખમાં લીન. ૯૫.
નિજ પરરૂપથી અજ્ઞ જન, જે ન તજે પરભાવ;
જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૬.
તજી કલ્પનાજાળ સૌ, પરમ સમાધિલીન;
વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. ૯૭.
યોગસાર ]
[ ૧૮૯