શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે પિંડસ્થ, પદસ્થ ને રૂપસ્થ, રૂપાતીત;
જાણી ધ્યાન જિનોક્ત એ, શીઘ્ર બનો સુપવિત્ર. ૯૮.
સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ. ૯૯.
રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતાભાવ;
તે સામાયિક જાણવું, ભાખે જિનવરરાવ. ૧૦૦.
હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિકર જેહ;
તે બીજું ચારિત્ર છે, પંચમ ગતિકર તેહ. ૧૦૧.
મિથ્યાત્વાદિક પરિહરણ, સમ્યગ્દર્શન શુદ્ધિ;
તે પરિહારવિશુદ્ધિ છે, શીઘ્ર લહો શિવસિદ્ધિ. ૧૦૨.
સૂક્ષ્મ લોભના નાશથી, જે સૂક્ષ્મ પરિણામ;
જાણો સૂક્ષ્મ-ચરિત્ર તે, જે શાશ્વત સુખધામ. ૧૦૩.
આત્મા તે અર્હંત છે, સિદ્ધ નિશ્ચયે એ જ;
આચારજ, ઉવઝાય ને સાધુ નિશ્ચય તે જ. ૧૦૪.
તે શિવ શંકર વિષ્ણુ ને, રુદ્ર બુદ્ધ પણ તે જ;
બ્રહ્મા ઇશ્વર જિન તે, સિદ્ધ અનંત પણ તે જ. ૧૦૫.
એવા લક્ષણયુક્ત જે, પરમ વિદેહી દેવ;
દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. ૧૦૬.
જે સિદ્ધ્યા ને સિદ્ધશે, સિદ્ધ થતા ભગવાન;
તે આતમદર્શન થકી, એમ જાણ નિર્ભ્રાન્ત. ૧૦૭.
સંસારે ભયભીત જે, યોગીન્દુ મુનિરાજ;
એકચિત્ત દોહા રચે, નિજસંબોધન કાજ. ૧૦૮.
✽
૧૯૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય