શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને,
જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮.
જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને,
તો કર્મ ને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે! ૧૩૯.
પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને,
તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦.
છે કર્મ જીવમાં બદ્ધસ્પૃષ્ટ — કથિત નય વ્યવહારનું;
પણ બદ્ધસ્પૃષ્ટ ન કર્મ જીવમાં — કથન છે નય શુદ્ધનું. ૧૪૧.
છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૨.
નયદ્વયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે,
નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩.
સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો, તે ‘સમયનો સાર’ છે. ૧૪૪.
૩. પુણ્ય-પાપ અધિકાર
છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને!
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫.
જ્યમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે પુરુષને,
એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. ૧૪૬.
તેથી કરો નહિ રાગ કે સંસર્ગ એ કુશીલો તણો,
છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો. ૧૪૭.
૧૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય