શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
અજ્ઞાનમય અજ્ઞાનીનો, તેથી કરે તે કર્મને;
પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને. ૧૨૭.
વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮.
અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણેે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯.
જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે,
પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે. ૧૩૦.
ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને,
પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧.
અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો,
અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨.
જીવને અવિરતભાવ જે, તે ઉદય અણસંયમ તણો,
જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩.
શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો
ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪.
આ હેતુભૂત જ્યાં થાય ત્યાં કાર્મણવરગણારૂપ જે,
તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫.
કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે,
આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬.
જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદ્ગલના બને,
તો જીવ ને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે! ૧૩૭.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૧૩