શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે,
તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬.
જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે,
સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૧૭.
જો કર્મભાવે પરિણમાવે જીવ પુદ્ગલદ્રવ્યને,
ક્યમ જીવ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮.
સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે,
જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં — મિથ્યા બને. ૧૧૯.
પુદ્ગલદરવ જે કર્મપરિણત, નિશ્ચયે કર્મ જ બને;
જ્ઞાનાવરણઇત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦.
કર્મે સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે,
તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે! ૧૨૧.
ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે,
સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨.
જો ક્રોધ — પુદ્ગલકર્મ — જીવને પરિણમાવે ક્રોધમાં,
ક્યમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩.
અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે — તુજ બુદ્ધિ છે,
તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં — મિથ્યા બને. ૧૨૪.
ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે,
માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨૫.
જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો;
તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬.
૧૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય