શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
મળમિલનલેપથી નાશ પામે શ્વેતપણું જ્યમ વસ્ત્રનું,
ચારિત્ર પામે નાશ લિપ્ત કષાયમળથી જાણવું. ૧૫૯.
તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મરજ-આચ્છાદને,
સંસારપ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ૧૬૦.
સમ્યક્ત્વપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું,
એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું. ૧૬૧.
એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું,
એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું. ૧૬૨.
ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું,
એના ઉદયથી જીવ બને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩.
૪. આસ્રવ અધિકાર
મિથ્યાત્વ ને અવિરત, કષાયો, યોગ ૧સંજ્ઞ ૨અસંજ્ઞ છે,
૧એ વિવિધ ભેદે જીવમાં, જીવના અનન્ય પરિણામ છે; ૧૬૪.
વળી ૨તેહ જ્ઞાનાવરણઆદિક કર્મનાં કારણ બને,
ને તેમનું પણ જીવ બને જે રાગદ્વેષાદિક કરે. ૧૬૫.
સુદ્રષ્ટિને આસ્રવનિમિત્ત ન બંધ, આસ્રવરોધ છે;
નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬.
રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો;
રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭.
ફળ પક્વ ખરતાં, વૃંત સહ સંબંધ ફરી પામે નહીં,
ત્યમ કર્મભાવ ખર્યે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮.
૧૬ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય