શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને,
છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯.
ચઉવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદર્શનગુણથી
બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦.
જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો,
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧.
ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે,
તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨.
જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને,
ઉપયોગને પ્રાયોગ્ય બંધન કર્મભાવ વડે કરે. ૧૭૩.
અણભોગ્ય બની ઉપભોગ્ય જે રીત થાય તે રીત બાંધતા,
જ્ઞાનાવરણ ઇત્યાદિ કર્મો સપ્ત-અષ્ટ પ્રકારનાં. ૧૭૪.
સત્તા વિષે તે નિરુપભોગ્ય જ, બાળ સ્ત્રી જ્યમ પુરુષને;
ઉપભોગ્ય બનતાં તેહ બાંધે, યુવતી જેમ પુરુષને. ૧૭૫.
આ કારણે સમ્યક્ત્વસંયુત જીવ અણબંધક કહ્યા,
આસરવભાવઅભાવમાં નહિ પ્રત્યયો બંધક કહ્યા. ૧૭૬.
નહિ રાગદ્વેષ, ન મોહ — એ આસ્રવ નથી સુદ્રષ્ટિને,
તેથી જ આસ્રવભાવ વિણ નહિ પ્રત્યયો હેતુ બને; ૧૭૭.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા,
તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.
પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંયોગ તે
બહુવિધ માંસ, વસા અને રુધિરાદિ ભાવે પરિણમે; ૧૭૯.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૧૭