શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યયો જે પૂર્વકાળનિબદ્ધ તે
બહુવિધ બાંધે કર્મ, જો જીવ શુદ્ધનયપરિચ્યુત બને. ૧૮૦.
૫. સંવર અધિકાર
ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ ક્રોધાદિમાં,
છે ક્રોધ ક્રોધ મહીં જ, નિશ્ચય ક્રોધ નહિ ઉપયોગમાં. ૧૮૧.
ઉપયોગ છે નહિ અષ્ટવિધ કર્મો અને નોકર્મમાં,
કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં. ૧૮૨.
આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને,
ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગશુદ્ધાત્મા કરે. ૧૮૩.
જ્યમ અગ્નિતપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે,
ત્યમ કર્મઉદયે તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. ૧૮૪.
જીવ જ્ઞાની જાણે આમ, પણ અજ્ઞાની રાગ જ જીવ ગણે,
આત્મસ્વભાવ-અજાણ જે અજ્ઞાનતમ-આચ્છાદને. ૧૮૫.
જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે;
અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.
પુણ્યપાપયોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી,
દર્શન અને જ્ઞાને ઠરી, પરદ્રવ્યઇચ્છા પરિહરી, ૧૮૭.
જે સર્વસંગવિમુક્ત, ધ્યાવે આત્મને આત્મા વડે, —
— નહિ કર્મ કે નોકર્મ, ચેતક ચેતતો એકત્વને, ૧૮૮.
૧૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય