શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
તે આત્મ ધ્યાતો, જ્ઞાનદર્શનમય, અનન્યમયી ખરે,
બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. ૧૮૯.
રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને,
— મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦.
હેતુઅભાવે જરૂર આસ્રવરોધ જ્ઞાનીને બને,
આસ્રવભાવ વિના વળી નિરોધ કર્મ તણો બને; ૧૯૧.
કર્મો તણા ય અભાવથી નોકર્મનું રોધન અને
નોકર્મના રોધન થકી સંસારસંરોધન બને. ૧૯૨.
❁
૬. નિર્જરા અધિકાર
ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે
જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩.
વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુઃખ થાય છે,
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. ૧૯૪.
જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી,
ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫.
જ્યમ અરતિભાવે મદ્ય પીતાં મત્ત જન બનતો નથી,
દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૧૯