Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 20 of 214
PDF/HTML Page 32 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને,
પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.
કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો,
તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮.
પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯.
સુદ્રષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦૦.
અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને,
તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧.
નહિ જાણતો જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદ્રષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨.
જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા,
સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩.
મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવલ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪.
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫.
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. ૨૦૬.
‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય’ એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭.
૨૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય