Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 21 of 214
PDF/HTML Page 33 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯.
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પુણ્યને,
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦.
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને,
તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧.
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનને,
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨.
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને,
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો જ્ઞાયક રહે. ૨૧૩.
એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને;
સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪.
ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને,
ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫.
રે! વેદ્ય વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે,
એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬.
સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે,
તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭.
છો સર્વ દ્રવ્યે રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં,
પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૨૧