શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પણ સર્વ દ્રવ્યે રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં,
તે કર્મરજ લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯.
જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે,
પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦.
ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે,
પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧.
જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને
પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨.
ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને
અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩.
જ્યમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને,
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને. ૨૨૪.
ત્યમ જીવપુરુષ પણ કર્મરજનું સુખઅરથ સેવન કરે,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫.
વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં,
તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬.
સુદ્રષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી,
તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭.
સમ્યક્ત્વવંત જીવો નિઃશંકિત, તેથી છે નિર્ભય અને
છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮.
જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો,
ચિન્મૂર્તિ તે શંકારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૨૯.
૨૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય