Shastra Swadhyay (Gujarati). 7. bandh adhikAr.

< Previous Page   Next Page >


Page 23 of 214
PDF/HTML Page 35 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો,
ચિન્મૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૦.
સૌ કોઈ ધર્મ વિષે જુગુપ્સાભાવ જે નહિ ધારતો,
ચિન્મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧.
સંમૂઢ નહિ જે સર્વ ભાવે,સત્ય દ્રષ્ટિ ધારતો,
તે મૂઢદ્રષ્ટિરહિત સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો,
ચિન્મૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૩.
ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો,
ચિન્મૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૪.
જે મોક્ષમાર્ગે ‘સાધુ’ત્રયનું વત્સલત્વ કરે અહો!
ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૫.
ચિન્મૂર્તિ મન-રથપંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો,
તે જિનજ્ઞાનપ્રભાવકર સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૬.
૭. બંધ અધિકાર
જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી,
વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને
ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૨૩