શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને,
નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ થાય શું કારણે? ૨૩૯.
એમ જાણવું નિશ્ચય થકી — ચીકણાઈ જે તે નર વિષે
રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦.
ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદ્રષ્ટિ જે,
ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧.
જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂરે કરી,
વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૪૨.
વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને,
ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૪૩.
બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને,
નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ નહિ શું કારણે? ૨૪૪.
એમ જાણવું નિશ્ચય થકી — ચીકણાઈ જે તે નર વિષે
રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૫.
યોગો વિવિધમાં વર્તતો એ રીત સમ્યગ્દ્રષ્ટિ જે,
રાગાદિ ઉપયોગે ન કરતો રજથી નવ લેપાય તે. ૨૪૬.
જે માનતો — હું મારું ને પર જીવ મારે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૪૭.
છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું,
તું આયુ તો હરતો નથી, તેં મરણ ક્યમ તેનું કર્યું? ૨૪૮.
છે આયુક્ષયથી મરણ જીવનું એમ જિનદેવે કહ્યું,
તે આયુ તુજ હરતા નથી, તો મરણ ક્યમ તારું કર્યું? ૨૪૯.
૨૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય