શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉં’ એમ સશંક છે,
ને નિરપરાધી જીવ ‘નહિ બંધાઉં’ એમ નિઃશંક છે. ૩૦૩.
સંસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત — એક છે,
એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૦૪.
વળી આતમા જે નિરપરાધી તે નિઃશંકિત હોય છે,
વર્તે સદા આરાધનાથી જાણતો ‘હું’ આત્મને. ૩૦૫.
પ્રતિક્રમણ, ને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃતિ, ધારણા,
વળી શુદ્ધિ, નિંદા, ગર્હણા — એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૦૬.
અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, અણપરિહરણ, અણધારણા,
અનિવૃત્તિ, અણગર્હા, અનિંદ, અશુદ્ધિ — અમૃતકુંભ છે. ૩૦૭.
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
જે દ્રવ્ય ઊપજે જે ગુણોથી તેથી જાણ અનન્ય તે,
જ્યમ જગતમાં કટકાદિ પર્યાયોથી કનક અનન્ય છે. ૩૦૮.
જીવ – અજીવના પરિણામ જે દર્શાવિયા સૂત્રો મહીં,
તે જીવ અગર અજીવ જાણ અનન્ય તે પરિણામથી. ૩૦૯.
ઊપજે ન આત્મા કોઈથી તેથી ન આત્મા કાર્ય છે,
ઉપજાવતો નથી કોઈને તેથી ન કારણ પણ ઠરે. ૩૧૦.
રે! કર્મ-આશ્રિત હોય કર્તા, કર્મ પણ કર્તા તણે
આશ્રિતપણે ઊપજે નિયમથી, સિદ્ધિ નવ બીજી દીસે. ૩૧૧.
૩૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય