શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
એ રીત લોક – મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,
— જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્યે કરે. ૩૨૩.
વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને ‘મારું’ કહે,
‘પરમાણુમાત્ર ન મારું’ જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪.
જ્યમ પુરુષ કોઈ કહે ‘અમારું ગામ, પુર ને દેશ છે’,
પણ તે નથી તેનાં, અરે! જીવ મોહથી ‘મારાં’ કહે; ૩૨૫.
એવી જ રીત જે જ્ઞાની પણ ‘મુજ’ જાણતો પરદ્રવ્યને,
નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬.
તેથી ‘ન મારું’ જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની
કર્તૃત્વબુદ્ધિ જાણતો, જાણે સુદ્રષ્ટિરહિતની. ૩૨૭.
જો પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને,
તો તો અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે! ૩૨૮.
અથવા કરે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને,
તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે! ૩૨૯.
જો જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦.
જો નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત! — એ શું નહિ મિથ્યા ખરે? ૩૩૧.
‘‘કર્મો કરે અજ્ઞાની તેમ જ જ્ઞાની પણ કર્મો કરે,
કર્મો સુવાડે તેમ વળી કર્મો જગાડે જીવને; ૩૩૨.
કર્મો કરે સુખી તેમ વળી કર્મો દુખી જીવને કરે,
કર્મો કરે મિથ્યાત્વી તેમ અસંયમી કર્મો કરે; ૩૩૩.
૩૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય