શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈક નહિ વિણસે,
તેથી કરે છે તે જ કે બીજો — નહીં એકાંત છે. ૩૪૫.
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે,
જીવ તેથી વેદે તે જ કે બીજો — નહીં એકાંત છે. ૩૪૬.
જીવ જે કરે તે ભોગવે નહિ — જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૭.
જીવ અન્ય કરતો, અન્ય વેદે — જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૮.
જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯.
જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને. ૩૫૦.
જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧.
શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને,
ત્યમ જીવ કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩૫૨.
— એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે;
સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩.
શિલ્પી કરે ચેષ્ટા અને તેનાથી તેહ અનન્ય છે,
ત્યમ જીવ કર્મ કરે અને તેનાથી તેહ અનન્ય છે. ૩૫૪.
ચેષ્ટા કરંતો શિલ્પી જેમ દુખિત થાય નિરંતરે,
ને દુખથી તેહ અનન્ય, ત્યમ જીવ ચેષ્ટમાન દુખી બને. ૩૫૫.
૩૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય