શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે પરદ્રવ્યથી વિરહિતપણે
નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯.
ધર્માદિની શ્રદ્ધા સુદ્રગ, પૂર્વાંગબોધ સુબોધ છે,
તપમાંહી ચેષ્ટા ચરણ — એ વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦.
જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને,
છોડે ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧.
જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨.
જાણે-જુએ છે સર્વ તેથી સૌખ્ય-અનુભવ મુક્તને;
— આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩.
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં
— સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.
જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે
અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે,
તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬.
અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે,
હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭.
મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને,
શુભ વા અશુભ કર્મો તણો નહિ રોધ છે તે જીવને. ૧૬૮.
તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની
સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. ૧૬૯.
૮૨ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય