Shastra Swadhyay (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 214
PDF/HTML Page 93 of 226

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે;
છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યાં,
તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯.
હેતુ-અભાવે નિયમથી આસ્રવનિરોધન જ્ઞાનીને,
આસરવભાવ-અભાવમાં કર્મો તણું રોધન બને. ૧૫૦.
કર્મો-અભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે,
ને અક્ષરહિત, અનંત, અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧.
દ્રગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરદ્રવ્યવિરહિત ધ્યાન જે,
તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨.
સંવરસહિત તે જીવ પૂર્વ સમસ્ત કર્મો નિર્જરે
ને આયુવેદ્યવિહીન થઈ ભવને તજે; તે મોક્ષ છે. ૧૫૩.
આત્મસ્વભાવ અનન્યમય નિર્વિઘ્ન દર્શન જ્ઞાન છે;
દ્રગ્જ્ઞાનનિયત અનિંદ્ય જે અસ્તિત્વ તે ચારિત્ર છે. ૧૫૪.
નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે;
તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫.
જે રાગથી પરદ્રવ્યમાં કરતો શુભાશુભ ભાવને,
તે સ્વકચરિત્રથી ભ્રષ્ટ, પરચારિત્ર આચરનાર છે. ૧૫૬.
રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી,
તેના વડે તે ‘પરચરિત’ નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭.
સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને
જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ ]
[ ૮૧