શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
દુઃખિત, તૃષિત વા ક્ષુધિત દેખી દુઃખ પામી મન વિષે
કરુણાથી વર્તે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭.
મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને
જીવને કરે જે ક્ષોભ, તેને કલુષતા જ્ઞાની કહે. ૧૩૮.
ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે,
પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસ્રવને કરે. ૧૩૯.
સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇન્દ્રિવશતા, આર્તરૌદ્ર ધ્યાન બે,
વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦.
માર્ગે રહી સંજ્ઞા-કષાયો-ઇન્દ્રિનો નિગ્રહ કરે,
પાપાસરવનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧.
સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને,
શુભ-અશુભ કર્મ ન આસ્રવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨.
જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પાપ વર્તે વિરતને,
ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩.
જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે,
તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪.
સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને
જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિર્જરે. ૧૪૫.
નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવન જેહને,
પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.
જો આતમા ઉપરક્ત કરતો અશુભ વા શુભ ભાવને,
તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭.
૮૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય