Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 94 of 208
PDF/HTML Page 104 of 218

 

background image
૯૪ ][ શ્રી જિનેન્દ્ર
દર્શન કરતાં દીલ બહકાવે, તમ-મન થાય એકતાન;
આજ તારી માયા લાગી જાગી જ્યોતિ નીરાલી રે....પ્રભુ૦
દેશ
વિદેશથી યાત્રિક આવે, અજબ તીર્થનું ધામ;
બિરાજે સીમંધર દાદા સહુ જનના વિશ્રામ....
ચાર દિશામાં નજર પ્રભુની વરસે ઉપશમ ધારા રે,
માનસ્તંભની શોભા વધારી ભવિકજન આધારા રે....
પ્રભુ તુમારા મુખડા ઉપર વારી વારી હજારી રે....
તેં છોડ્યું જગને પ્રભુજી પણ જગ તો તારું દાસ!
પગલે પગલે ચાલી આવે ભક્તોની વણઝાર.
નાથ! તારી વિજય પતાકા શાસનની બલિહારી રે....
ફરકાવે ગુરુ કહાન ભરતમાં જયજય નાથ તુમારી રે....
પ્રભુ તુમારા મુખડા ઉપર વારી વાર હજારી રે....
પ્રભુસx લગની લાગી
તુમસે લગની લાગી જિનવર તુમસે લગની લાગી....
અમ હૈડાનાં હાર પ્રભુજી તુમસે લગની લાગી....
મહા વિદેહે પ્રભુ બિરાજો અમ આંખોના તારા,
અમી દ્રષ્ટિથી અમ બાલકને ભવથી પાર ઉતાર્યા....આ તુમસે૦ ૨
સીમંધર પ્રભુજી આજ પધારી જિનમંદિર શોભાવ્યા,
જિનવર તારા દરશન કરતાં ભવના છેડા આવ્યા...આ તુમસે૦ ૩