ભજનમાળા ][ ૯૫
વિદેહી નાથ ભરતે પધાર્યા આનંદ ભેરી વાગી,
ભક્તિથી અમ હૈયાં ઊછળે મુદ્રા દેખી તારી....આ તુમસે૦ ૪
દૂર દૂર પ્રભુ દેશ તુમારા વિદેહ ધામ સુહાયા,
આનંદ સાગર ઊછળે તારા એના સ્વાદ ચખાયા....આ તુમસે૦ ૫
તુજને ભેટુ આવી પ્રભુજી પગલે પગલે તારા,
વિધવિધ ભાવે ભક્તિ કરીને અર્પું જીવન સારા...આ તુમસે૦ ૬
સાદિ અનંતનો સાથ જ તારો, લગની તારી લાગી,
નંદન વિનવે તારા પ્રભુજી કાટો ભવની બેડી...આ તુમસે૦ ૭
કૃપાદ્રષ્ટિ પ્રભુ અમ બાલક પર વરસે નિતનિત તારી,
પ્રસન્નતાથી આતમવૃદ્ધિ નિત નિત મંગલકારી...આ તુમસે૦ ૮
શ્રી દેવ-ગુરુનું શરણ ગ્રહીને જીવન સફળ બનાઉં,
ભક્તિથી ભવપાર કરીને તુજ સમ મૈં બન જાઉં...આ તુમસે૦ ૯
✽
શ્રી જિનેન્દ્ર સ્તવન
જગદાનંદન જિન અભિનંદન,
પદ અરવિંદ નમૂં મેં તેરે....
અરૂનવરન અઘતાપ હરન વર
વિતરન કુશલ સુશરન બડે રે....
પદ્માસન મદન મદ ભંજન,
રંજન મુનિજન મન અલિકે રે...જગદા. ૧