૧૨૦ ][ શ્રી જિનેન્દ્ર
અનંત અનંત ગુણોમાં પ્રભુ ઝૂલતા રે,
તારી ભક્તિ કરું દિનરાત....આજ.... ૩
ધન્ય ધન્ય આચાર્ય મુનિવૃંદને રે,
નિત્ય આતમમાં રમનાર....આજ.... ૪
એવો અપૂર્વ દિન ક્યારે આવશે રે,
અહો! લઈએ સંયમના પંથ....આજ.... ૫
જ્યારે થશે રત્નત્રય એકતા રે,
દિન રાત અહો એ ધન્ય....આજ.... ૬
જિનદેવે ક્ષમાદિ પ્રગટાવીયા રે,
એ આત્મ વ્રતો અણમૂલ....આજ.... ૭
પ્રભુ કેવળ જ્યોતિ જળહળે રે,
જિનરાજ કૃતકૃત્ય સ્વરૂપ....આજ.... ૮
હું તો નજરે નીહાળું જિનેન્દ્રદેવને રે,
મુજ દીલડે વસોં જિનદેવ....આજ.... ૯
મુજ મનમંદિરે જિનનાથ છો રે,
પ્રભુ ચાલ્યો આવું છું તુજ પાસ....આજ.... ૧૦
ગુરુદેવ કૃપા વરસાવતા રે,
એની કરુણા તણો નહિ પાર....આજ.... ૧૧
ગુરુરાજ પ્રતાપે જિન દેખશું રે,
પ્રભુ રાચશું ચિદાતમ માંહી....આજ.... ૧૨
દેવ ગુરુની સમીપતા પામશું રે,
જેથી પામશું પૂર્ણાનંદ....આજ.... ૧૩
✽