ભજનમાળા ][ ૧૨૩
કોડ દિવાકર કોડ નિશાચર,
તિન દૂતિ તૈં અધિકાય....બિન દેખ્યાં૦
નેમ દરશવા જો ઉર ધારે,
ભવ સમુદ્ર તર જાય....બિન દેખ્યાં૦
✽
શ્રી સમવસરણ – સ્તવન
અહો! સમોસરણ સોહામણાં રે.....
શ્રી જિનવરદેવનાં ધામ....અહો......
સમોસરણ રચના વિદેહમાં રે,
જિહાં બિરાજે સીમંધરનાથ અહો.... ૧
સુવર્ણપુરે સમોસરણ આવિયા રે,
જિન વૈભવ મંગળકાર....અહો.... ૨
જિનભૂમિ સોહે રળિયામણી રે,
અષ્ટ ભૂમિની શોભા અપાર....અહો.... ૩
તુજ પાસે શોભા મળી સામટી રે,
તુજ મહિમા તણો નહિ પાર....અહો.... ૪
સર્વ વસ્તુ જગની ચરણે નમે રે,
પ્રભુ ત્રણ ભુવનના નાથ....અહો.... ૫
પ્રભુ આત્માનંદે બિરાજતા રે,
ગંધકુટિ થકી અસંગ....અહો.... ૬