૧૨૪ ][ શ્રી જિનેન્દ્ર
મુનિ અર્જિકા સભામાંહે સોહતા રે,
સોહે નરપતિ સુરપતિ વૃંદ....અહો.... ૭
દિવ્યધ્વનિ છૂટે દિવ્યતા ભરી રે,
ગગને દેવદુંદુભિ નાદ....અહો.... ૮
ચક્રેશ સુરેશ ગણનાથ છો રે,
પ્રભુ ત્રણ ભુવન આધાર....અહો.... ૯
એવા જિન વિદેહમાં બિરાજતા રે,
અનંત ગુણ રત્નત્રય નાથ...અહો.... ૧૦
કુંદ દેવ વિદેહક્ષેત્રે ગયા રે,
એના હૃદયે વસે જિનનાથ...અહો.... ૧૧
જિન દેખી વિરહ દુઃખ મેટિયા રે,
પ્રભુ દર્શન થતાં ઉલ્લાસ...અહો... ૧૨
એવા કુંદ પ્રભુ મુજ આંગણે રે,
સંત ચરણે વંદન હો અનંત....અહો.... ૧૩
શ્રી ગુરુજી પ્રતાપે સહુ દેખિયા રે,
ભવભ્રમણ મેટ્યા છે આજ...અહો.... ૧૪
ગુરુદેવે ૐકાર સુણાવી રે,
પામરને ઉતાર્યા પાર....અહો.... ૧૫
દેવ ગુરુ મહિમા અદ્ભુત છે રે,
તુજ ભક્તિ હોજો દિનરાત....અહો.... ૧૬
✽