ભજનમાળા ][ ૧૨૯
બલભદ્ર કૃષ્ણ બતલાયા હૈ, ગોપિયન કું જાય શિખાયા હૈ,
ઉગ્રસેનસું નેહ લગાયા હૈ, પ્રભુ વ્યાહ કબૂલ કરાયા હૈ;
છપ્પનકોડિ જાદુ સબ મિલકે, સજિ ચાલે જૂનાગઢકું,
જહાં તોરણ પર ગયે નેમ પ્રભુ, તહાં દેખ્યા પ્રભુ સકેલા હૈ
આજ૦ (૪)
પ્રભુ દ્વાદશ ભાવના ભાયા હૈ, ગીરનારી પે ધ્યાન લગાયા હૈ,
તહાં ઘાતિયા કર્મ ખિપાયા હૈ, પ્રભુ કેવલજ્ઞાન ઉપાયા હૈ;
આપ મુક્તિ કા રાજ કિયા મૈં શર્ન આપકી આન લયા;
કરિ ઇન્દ્ર ચન્દ્ર કર જોર કહેં મોહેં જગસે પાર કરેલા હૈ.
આજ૦ (૫)
✽
શ્રી વીરજિન સ્તવન
પ્રભુ વીર જિનેન્દ્ર આજ જનમીયા રે,
મંગળ દિન ઊગ્યો આજ....વીર જન્મકલ્યાણક આજનો રે
કુંડલપુર નગરી સોહામણી રે,
પિતા સિદ્ધાર્થ ત્રિશલા માત....વીર જન્મ ૧.
રત્નવૃષ્ટિ સોહે કુંડલપુરે રે,
વળી સોહે પિતાજીને દ્વાર....વીર જન્મ ૨.
ઇન્દ્ર કેરા ઇન્દ્રાસન ડોલિયા રે,
આવ્યાં શચી અને શક્રેન્દ્ર....વીર જન્મ ૩.
કુંડલપુરે દેવો ઊતર્યા રે,
ચૌ દિશે વાજિંત્ર કેરા નાદ....વીર જન્મ ૪.